તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Surat News : ચેક રીટર્ન કેસમાં આરોપીને દોષી ઠેરવી છ માસની કેદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રૂ.1 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વીઝા કન્સલ્ટંટ વિરુધ્ધના કેસ ફરિયાદ પક્ષે નિઃશકપણે સાબિત કરતાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિષ્ણુ ડી.દવેએ આરોપીને દોષી ઠેરવી છ માસની કેદ તથા  ફરિયાદીને નકારાયેલા ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાંધકામના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી અલ્પેશકુમાર કરમશીભાઈ ગોયાણી(રે.રીવરવ્યૂ  હાઈટ્સ,મોટા વરાછા)ના ધંધામાં મંદી હોઈ નવા ધંધાની શોધમાં હતા.જે દરમિયાન વીઝા કન્સલ્ટન્સીનું કામકાજ કરતાં આરોપી પાર્થ કિશોરભાઈ અણઘણ (રે.ક્રિષ્નાપાર્ક સોસાસટી,મોટા વરાછા)નો સંપર્ક થયો હતો.જેથી રૂ.6 લાખમાં કેનેડાના વર્ક પરમીટના વીઝાના નામે ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યા બાદ વીઝા અપાવ્યા નહોતા.જેથી ફરિયાદીએ પોતે આપેલા નાણાં  પરત માંગતાં આરોપીએ ઈન્કાર કર્યો હતો.જેથી ફરિયાદીએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમાધાન કરાર મુજબ આરોપીએ ફરિયાદીને ૧ લાખના એક એવા છ ચેક લખી આપ્યા હતા.જે પૈકી રૂ.1 લાખનો ચેક રીટર્ન થતાં ફરિયાદીએ યોગેશ  જોગાણી દ્વારા આરોપી વિરુદ્ધ  કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે આરોપીના નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું નિઃશકપણે સાબિત કર્યું હતુ.જેથી કોર્ટે આરોપી પાર્થ અણઘણને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા વળતર ચુકવવા હુકમ કર્યો છે.