Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લામાં આગામી ૨૨ જૂનના રોજ તાલુકા અને જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

(માહિતી બ્યુરો, તાપી) : સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં આગામી ૨૨મી જૂનના રોજ વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ તેમજ કલેક્ટર કચેરીના સભાખાંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.

જેમાં ૨૨ જૂનના રોજ, કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ઉકાઈ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે,તેવી રીતે  જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે,પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે, નાયબ કલેક્ટર-૨ના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી  સોનગઢ ખાતે,પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.