સોનગઢનાં નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે નેશનલ હાઈવે ઉપર એક ટેન્કર ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં પેથાપુર ગામનાં કારભારી ફળિયામાં રહેતા વિનોદભાઈ ફુલજીભાઈ ગામીત(ઉ.વ.૩૧)નો તારીખ ૧૩/૦૫/૨૦૨૫ નાંરોજ પોતાની બાઈક નંબર જીજે/૨૬/જે/૧૬૨૪ને લઈને પોતાના ઘરે જતાં હતા.
તે સમયે સોનગઢનાં નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે નેશનલ હાઈવે નંબર-૫૩ પર વ્યારાથી ધુલિયા જતાં ટ્રેક ઉપર એક ટેન્કર નંબર જીજે/૧૬/એવી/૬૫૫૬નાં ચાલકે પોતાના કબ્જાનું ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિનોદભાઈની બાઈકને અડફેટેમાં લઈ અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં વિનોદભાઈને બંને ઘૂંટણથી નીચેના ભાગે ઈજા તેમજ જમણા પગે ફ્રેકચર ઈજા અને શરીરે મૂઢ ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનાં પત્ની અરૂણાબેન વિનોદભાઈ ગામીતએ તારીખ ૧૪/૦૫/૨૦૨૫ નાંરોજ ટેન્કર ચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
