વાપી જીઆઈડીસી મુંબઈથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નંબર-૪૮ પર સાન્વી હ્યુન્ડાઈ શો રૂમની સામે ટાટા ટેન્કરના ચાલકે ટેન્કરને ગફલતભરી રીતે હંકારી અજાણી મહિલાને ટક્કર મારી અકસ્માત સજર્યો હતો.
ઘટના બાદ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તારીખ ૨૧ મે નારોજ તેણીનું મોત નીપજ્યું હતું. આ અજાણી મહિલાએ શરીરે આછા પીળા કલરનું ટોપ અને ગુલાબી કલરનું લેગીસ પહેરેલું હતું. શરીરે શ્યામ વર્ણ અને પાંચ ફૂટ ૩ ઇંચ ઊંચાઈ અને સાધારણ કાળા વાળ ધરાવે છે.
