તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખાનો લાંચીયો ટેક્નીકલ આસિસટન્ટ ફતેસિંગભાઇ શાંતુભાઇ ચૌધરી રૂપિયા ૩૫૦૦/-ની લાંચ લેતા પકડાયો છે. 
જેમાં લાભાર્થીનો કૂવો બનાવવા માટે આ ફતેસિંગભાઇ ચૌધરીએ સ્થળ ચકાસણી કરી, એસ્ટીમેન્ટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી, તાંત્રિક તથા વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂપિયા ૩૫૦૦/-ની લાંચની માંગણી કરી હતી. જી.ઇ.બી. ઓફિસની બાજુના શોપીંગ સેન્ટરમાં આવેલ ક્રિપા ઝેરોક્ષની બહાર આજરોજ એસીબી ગોઠવેલ ટ્રેપમાં આ લાંચિયાને લાંચની રકમ સ્વીકારતા તાપી એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે.




