સોનગઢનાં જામખડી ગામના અને હાલ રાણીઅંબા ગામે બજાર ફળિયામાં રહેતા બરૂનકુમાર સુરેન્દ્રપ્રતાપ રાજપૂત શ્રી ઠાકોર કાર્ટિંગના નામથી કાટિંગનો વ્યવસાય કરે છે. જોકે તેઓ ૫ મહિનાથી સોનગઢ ખાતે શિવાંશ કાર વોશિંગ નામની દુકાન ચલાવે છે.
તેની બાજુમાં જ તેના કાકાનાં છોકરા રાહુલ ગજરાજસિંગ ઠાકુરની દુકાન આવેલી છે.
આ વાતની જાણ થતાં બરૂન ત્યાં પહોંચ્યો હતો. જયાં રાહુલ તેની દુકાન અને બરૂનની દુકાન વચ્ચે ઈંટની દીવાલ ચણી રહ્યો હતો. આથી બરૂને આ બાબતે કહેતા રાહુલે મેં બધુ માપીને જ કરેલ છે, બધુ બરાબર છે તારે કોઈ બોલવાની જરૂર નથી તેમ કહ્યું હતુ. ત્યારબાદ તેણે ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ધક્કો મારી દીધો હતો. આથી બરુન નીચે પટકાતાં તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેની દુકાનમાં કામ કરતાં લોકોએ આવીને ઊંચકી કારમાં બેસાડયો હતો તેમજ રાહુલે બરુનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે બરૂનકુમાર સુરેન્દ્રપ્રતાપ રાજપૂત નાંએ તારીખ ૦૯/૦૪/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે રાહુલ ગજરાજસીંગ ઠાકુર વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



