મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં ગડત ગામનાં આંબલી પાસે વળાંકમાં કાર ચાલકે રોંગ સાઈડમાં હંકારી લાવી મોપેડ ચાલકને ટક્કર મારી દેતા મોપેડ ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉધનાનાં ધર્મ યુગ સોસાયટીમાં રહેતા કૃણાલ દીપકકુમાર કાયસ્થ ગત તારીખ 28/03/2025 નાંરોજ પોતાના કબ્જાની કાર નંબર GJ/26/AB/5813ને લઈને ઉનાઈથી વ્યારા જતાં સ્ટેટ હાઈવે નંબર-56 ઉપર ગડત ગામનાં આંબલી પાસેથી પસાર થતાં હતા. 
તે સમયે વળાંકમાં કૃણાલે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોગ સાઈડે લાવી મોપેડ બાઈક નંબર GJ/26/AG/9112નાં ચાલક અરવિંદભાઈ ગમનભાઈ ગામીત (રહે.વિરપોર ગામ, ગામીત ફળિયું, વાલોડ)નાંને ટક્કર મારી નીચે પાડી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં અરવિંદભાઈને જમણા પગમાં ઘૂંટણથી નીચેના ભાગે અને જમણા થાપાના ભાગે ફ્રેકચર તથા માથામાં અને જમણા હાથે તેમજ શરીરે નાની-મોટી શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે અનિકેતભાઈ ગામીત નાંએ કાર ચાલક સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.



