તાપી જિલ્લાના કલેક્ટર ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન અને ૧૫ ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગેના આગોતરા આયોજન માટે મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જિલ્લા સ્તરના અધિકારીઓ અને વિવિધ શાખાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બંને કાર્યક્રમોના યોગ્ય આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી..
ડો.વિપિન ગર્ગે આ બંને પ્રસંગોની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો ઉપસ્થિત રહે તે માટે રચનાત્મક સૂચનો આપી દરેક વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કાર્યક્રમો માટે જવાબદારીઓનું વિભાજન તેમજ સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ કાર્યક્રમોમાં આરોગ્ય,સ્વચ્છતા, સુરક્ષા,ટ્રાફિક નિયયમન,પીવાનું પાણી,વીજળી,એલઇડી સ્ક્રિન,મંડપ સહિતની આનુશાંગિક વ્યવસ્થાઓ પર ભાર મુકી જરુરી કામગીરી કરવા સંબધિત અધિકારીઓ અને વિભાગોને સુચના આપી હતી. પ્રાયોજના વહિવટદારશ્રી જયંતસિંહ રાઠોડે વિશ્વ આદિવાસી દિને કરવાના થતા વિવિધ પ્રકલ્પોનુ ખાતમુહર્ત, લોકાર્પણની યાદી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓની યાદી સત્વારે મેળવી લેવા સંબધિત વિભાગોને સુચના આપી હતી.
નોંધનિય છે કે, ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી તાપી જિલ્લાની બે વિધાનસભા દીઠ વ્યારા પ્રાંતનો કાર્યક્રમ ડોલવણ તાલુકાના ચીખલવાવ હેલીપેડ અને નિઝર પ્રાંતનો કાર્યક્રમ ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગ્રાઉંડ ખાતે યોજાશે.જ્યારે ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે યોજાશે. જેમાં ધ્વજવંદન, પ્લાટુન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો,વ્યક્તિ વિશેષ સન્માન,વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાશે.આ બંને કાર્યક્રમોમાં સ્થાનિક જનતા વધુમાં વધુ ભાગીદારી થાય તે માટે કલેક્ટરશ્રીએ આહ્વાન કર્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ,વ્યારા પ્રાંત અને નિઝ્રર પ્રાંત અધિકારીશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
