ઉકાઈ ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. તારીખ ૨૫મી જુલાઈ શુક્રવાર નારોજ સાંજે ૦૮ કલાકે ઉકાઈ ડેમમાં ૧૩૯૪૫ ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે.
હાલ ડેમની સપાટી ૩૨૬.૨૭ ફૂટે પહોંચી છે. નોંધનીય છે કે ડેમની સંપૂર્ણ ભરાવ ક્ષમતા ૩૪૫ ફૂટ જેટલી છે. એટલે કે હાલ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતાના તુલનાએ લગભગ ૧૯ ફૂટ નીચા સ્તરે છે. ત્યારે આગામી દિવસોમાં આ જળસપાટી વધુ વધી શકે તેવી શક્યતા છે. ઉકાઈ ડેમમાં ૧૩૯૪૫ ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં ધીમેધીમે વધારો નોંધાઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક થતા આગામી દિવસોમાં ડેમ સંપૂર્ણ ભરાય જશે. જેને લઈને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકોને સિંચાઈ, ખેતી પીવાના પાણી એને ઉધોગો માટે પૂરતો પાણીનો જથ્થો મળી રહશે.
પ્રકાશ ડેમની સ્થિતિ પર એક નજર : પ્રકાશા ડેમની જળ સપાટી ૧૦૮.૦૨૦ મીટર નોંધાઈ છે, આ ડેમના ૨ ગેટ ૧ મીટર ખોલી ડેમમાંથી ૬૫૦૦ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
હથનુર ડેમની સ્થિતિ પર એક નજર : હથનુર ડેમની જળ સપાટી ૨૧૦.૦૫૦ મીટર નોંધાઈ છે, આ ડેમના ૬ ગેટ ૧ મીટર ખોલી ડેમમાંથી ૯૦૦૦ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
