તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનમાં ચોરીનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બીલીમોરા ગણદેવી આતલીયા જી.આઇ.ડી.સી. ખાતે આરોપીના ભંગારનાં ગોડાઉન ઉપરથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૮/૦૪/૨૦૨૫ નાંરોજ મળેલ સંયુકત બાતમી આધારે બીલીમોરા ગણદેવી આતલીયા જી.આઇ.ડી.સી. ખાતે તેના ભંગારનાં ગોડાઉન ઉપરથી વ્યારા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગણેશ પ્રસાદ સોમનાથ દુબે (ઉ.વ.૬૦., રહે.શિવાજલી સોસાયટી આતલીયા જી.આઇ.ડી.સી., તા.ગણદેવી, જિ.નવસારી)નાને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
