વડોદરા શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં સવારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું તે સમયે જ કોઈ દુર્ઘટના સર્જાઈ હોય એવો અવાજ આવતા જ વિદ્યાર્થીઓ બહાર દોડી આવ્યા હતા. જોકે બહાર આવેલા વિદ્યાર્થીઓ એ જોયું કે પાર્કિંગ એરિયામાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષની નીચે લગભગ અડધો ડઝન ટુ વ્હીલ દબાઈ ગયા છે. યુનિવર્સિટી કેમ્પસમાં અનેક ઝાડ વર્ષો જુના છે. તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી.




