વડોદરાના સાવલી તાલુકાનાં વાંકાનેર ગામે ચેલીયા તલાવડી પાસે જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતી ગ્રામ્ય એલ.સી.બી.ને મળી હતી. જેથી એલ.સી.બી.ની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા 6 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જોકે પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા 16,500 કબજે લીધા હતા. જેમાં સુનિલ રાવજીભાઈ રાણા (રહે.રાણાવાસ વાંકાનેર ગામ, તાલુકો સાવલી), ફિરોજ ફકીરભાઈ ચૌહાણ (રહે.બીલ મિલાપાર્ક ગોઠડા ગામ, તાલુકો સાવલી), રફીક મોહમ્મદભાઈ મહેડા, જુનેદ અકબરભાઈ મલેક, મોઈન ભીમસિંહ રાણા તથા મૌલિક મહેમુદભાઈ રાણા (તમામ રહે.વાંકાનેર ગામ)નાઓને ઝડપી પાડ્યા હતા.




