ઉત્તરપ્રદેશનાં મેરઠમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં દસ લોકો દટાઈ ગયાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ, મેરઠનાં ઝાકિર કોલોની વિસ્તારમાં ગલી નંબર-6 પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં આઠથી દસ લોકો દટાયા હોવાની શક્યતા છે. વરિષ્ઠ અધિકારીઓ અને ફાયર વિભાગ સહિત બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ દરમિયાન બે લોકોને બચાવી લેવાયા હતા. જોકે અંધારું અને હળવા વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ તકલીફ નડી હતી. જોકે તેમ છતાં તંત્ર દ્વારા બચાવ કામગીરી ધીમી ગતિએ પણ ચાલુ રાખવામાં આવી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.




