મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં કુંભીયા ગામે વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ સરકારી વાહનમાં બેસી ડોલવણ બીટ વિસ્તારમાં પ્રોહી. ગુન્હાની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુંભીયા ગામનાં બાલ મંદિરનાં ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં એક મહિલા હાજર મળી આવી હતી જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, બકુલાબેન અલ્પેશભાઈ ચૌધરી (રહે.કુંભીયા ગામ, બાલ મંદિરનાં ફળિયુ, તા.ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરની અંદર તપાસ કરતા કબાટમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ તથા બિયરની ટીન મળી કુલ 69 બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે મહિલા સામે ગુનો નોંધ્યો હતો.




