ડાંગ જિલ્લા કરાટે એસોસિએશન ઓફ ડાંગ દ્વારા તારીખ ૦૨ એપ્રિલ ૨૦૨૫ નારોજ આહવા ખાતે ૫ મી કરાટે ચેમ્પિયનશિપ- ૨૦૨૫નું જિલ્લા કક્ષા કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ મળી કુલ ૩૫ સરકારી શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અહિં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ આગામી રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ માટે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
