કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી કપડવંજના વારાસી નદી પાસેથી પોલીસે ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ૬ વર્ષથી આરોપી સલીમ ગુલામભાઈ ફકીરવાસ જુહાપુરા-અમદાવાદવાળો નાસતો ફરતો હતો.
આરોપી પોતાની ઓળખ છુપાવી સતત સરનામા બદલીને રહેતો હતો. આરોપી મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરતો ન હતો. ત્યારે પોલીસે મળતિયાઓના મોબાઈલ નંબરો મેળવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી મેળવતા આરોપી કપડવંજ આવવાનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આરોપી આજે કપડવંજ ખાતે વરાસી નદી નિરમાલી ત્રણ રસ્તાએ આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
