સુરત જિલ્લાનાં કોસંબા પોલીસ સ્ટેશનનાં વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી. તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૯/૦૫/૨૦૨૫ નાંરોજ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં હતા. 
તે દરમિયાન બાતમી મળી હતી કે, આજથી આશરે બે મહિના અગાઉ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ વિશ્વાસઘાત છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપી અમીન ફરીદ મુલતાની (રહે.કોસંબા, તા.માંગરોલ, જી.સુરત)નાનો હાલમા માંગરોલ કોર્ટની બહાર ચા’ની લારી ઉપર ઉભેલ છે અને જેણે શરીરે ક્રીમ કલરનુ ફૂલ બાય શર્ટ તથા કમરે બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી મળી હતી કે, માંગરોલ કોર્ટની સામે ચા’ની લારી પાસેથી વિશ્વાસઘાત છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપી અમીન ફરીદ મુલતાનીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




