ચાર વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર ધાડના ગુન્હામાં સજા પામેલ આરોપીને મધ્પ્રદેશનાં ધાર જિલ્લામાંથી ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી સુરત જીલ્લામાં પેરોલ વચગાળાની રજા ઉપરથી જમ્પ થયેલ આરોપીઓને શોધી કાઢવા બાબતે ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તે દરમ્યાન પેરોલ ફર્લો શાખાના એ.એસ.આઇ. સહીતનાં સ્ટાફને સંયુક્ત રીતે તેમના ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે, ‘લાજપોર મધ્યસ્થ જેલથી ધાડનાં ગુન્હામાં સજા પામેલ આરોપી જ્ઞાનસિંગ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યો બહાદુર મોહનીયા (રહે.ગોલી, તા.કુકશી જી.ધાર, મધ્યપ્રદેશ)નો છેલ્લા ચાર વર્ષથી લાજપોર મધ્યસ્થ જેલથી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયો હતો તેમજ તે મધ્યપ્રદેશ રાજ્યમાં તેના વતનમા આવેલ છે.
જેવી ચોક્કસ બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો મધ્યપ્રદેશ રાજ્યનાં તપાસમા જવા જરૂરી કાર્યવાહી કરી સુરત ગ્રામ્ય એલ.સી.બી તથા પેરોલ ફર્લોના પોલીસ માણસોની ટીમ સાથે બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજ્યનાં જઈ ત્યાંની સ્થાનીક પોલીસની મદદ લઈ બાતમીવાળી જગ્યાઓ ઉપર જઈ દરોડા પાડી પેરોલ રજા ઉપરથી ફરાર આરોપી જ્ઞાનસિંગ ઉર્ફે સુરેશ ઉર્ફે સુર્યો બહાદુર મોહનીયા (રહે.લ્ગોલી, તા.કુકશી, જી.ધાર, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરત લાજપોર મધ્યસ્થ જેલમા ધકેલવામાં આવેલ હતો.




