Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યનાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યનાં 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24 ટકા હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 54032 ક્યુસેક પાણીની આવક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થઈ હતી. હાલમાં નર્મદા ડેમની સપાટી 118.08 મીટર છે.  પાણી આવક થતા CHPH 1 અને RBPH ના 4 પાવર હાઉસ ચાલુ થયા હતા. પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થઈ હતી. નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

મળતી માહિતી અનુસાર, રાજ્યનાં જે જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બોગાડ, બોટાદના ગોમા-ભીમાદ, દાહોદના કાલી-2, જામનગરના વાગોડિયા, કચ્છના કાલાઘોઘા, સુરેન્દ્રનગરના વાંસલ-લીમ ભોગાવો 1-સુબરી, તાપીના દોસવાડાનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે 31 જળાશયો 70 ટકાથી 100 ટકા, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા, 59 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 68 જળાશયોમાં 25 ટકાથી ઓછું છે જોકે સૌરાષ્ટ્રમાંથી 10, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-કચ્છમાંથી 1-1 જળાશય સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 16,4650 મિલિયન ક્યુબિક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.28 ટકા જેટલી છે. અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ 24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે.

વર્ષ 2024માં 28 જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ 4.74 ટકા વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લામાંથી હાલ અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઈંચ સાથે 27 ટકા વરસાદ નોંધાયો છે. વર્ષ 1995થી 2024 એમ 30 વર્ષની સરેરાશ જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસામાં 32 ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે. 21 જૂનના એટલે કે એક અઠવાડિયા પહેલા અમદાવાદમાં સરેરાશ 16 ટકા વરસાદ નોંધાયો હતો. આમ એક જ અઠવાડિયામાં સિઝનનો વધુ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વર્ષ 2024 અમદાવાદ શહેરમાં સિઝનનો સરેરાશ માત્ર 5 ટકા વરસાદ હતો. જેની સરખામણીએ અત્યારે પાંચ ગણો વધુ વરસાદ છે. હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સૌથી વધુ 37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ધંધુકામાં અત્યાર સુધી 10.92 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધોળકા અને ધોલેરામાં સિઝનનો સૌથી વધુ 30 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ધોળકામાં 8.62 ઈંચ અને ધોલેરામાં 8.18 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સાણંદમાં હજુ સુધી સિઝનનો સૌથી ઓછો 13.21 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા 10 વર્ષની જ વાત કરવામાં આવે તો અગાઉ 28મી જૂન સુધી 2015માં સૌથી વધુ 18 ટકા વરસાદ નોંધાયો હતો. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશી વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસામાં સિઝનનો સરેરાશ 112 ટકા વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હજુ ચાર દિવસ અમદાવાદમાં વરસાદી વાતાવરણ જામેલું રહે તેવી સંભાવના છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!