ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધજન્ય સ્થિતિ સર્જાતા સલામતીના કારણસર પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલ અને પૂજા સામગ્રી લઇ જવા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે. જોકે નાળિયર લઇ જવા પર બંધી યથાવત રાખવામાં આવી છે.
જ્યારે નાળિયર લઇ જવા પરનો પ્રતિબંધ હજી થોડા દિવસ અમલમાં રહેશે. મંદિરની બહાર ફૂલહાર અને પ્રસાદ વેંચતા સ્ટોલ ધારકોએ પૂજાની સામગ્રી પરની બંધી ઉઠાવી લેવાની માંગણી કરી હતી. આખરે દસ દિવસ બાદ આ વિક્રેતાઓની સિધ્ધિવિનાયક ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકર સાથે બેઠક યોજવા બાદ વિક્રેતાઓને શરતી પરવાનગી આપવામાં આવી હતી. સિદ્ધિવિનાયક મંદિર આતંકવાદીઓના ટાર્ગેટ પર છે અને અગાઉ પણ મંદિરને ધમકી મળી ચૂકી છે એટલે મંદિરની ફરતે જડબેસલાખ સલામતી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
