વ્યારા નગરના પાનવાડી ખાતે મહાદેવ નગરમાં રહેતા કુંજનકુમાર ચૌધરીની લાશ બારડોલી તાલુકાના મઢી-કડોદ રોડ ક્રોસ કરીને સિગોદ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના પુલ પાસેથી પાણીમાં પડેલી મળી આવતા ભારે ચકચાર મચી છે. મરનાર કુંજન ચૌધરી ઘરેથી સાંજના સમયે વ્યારા બજારમાં પ્લેઝર મોપેડ લઈને દહી લેવા ગયો હતો. મોડુ થતા પત્નીએફોન પણ કર્યો હતો. પરંતુ તે ઘરે પરત થયો નહતો. અચાનક ગાયબ થઈ ગયેલા કુંજન ચૌધરીની લાશ નહેરના પાણીમાંથી મળી હતી.
મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના મઢીથી કડોદ રોડ પર સીંગોદ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના પુલ પાસે પાણીમાંથી કૂંજનકુમાર મોહનભાઈ ચૌધરી (ઉ.વ.૪૩., રહે.પાનવાડી ગામ,વ્યારા) જેઓ તારીખ ૧૬/૭/૨૦૨૫ નારોજ પોતાના ઘરે વ્યારા બજારમાં દહીં લેવા જાઉ છું તેમ જણાવી ઘરેથી તેની પ્લેઝર મોપેડ લઈને નીકળ્યો હતો. જોકે કૂંજન ચૌધરીને વ્યારા બજારમાં મોડું થઈ જતા તેની પત્નીએ તમે ક્યારના બજારમાં ગયા છો.
હજુ સુધી ઘરે કેમ આવ્યા નથી. તમે જલ્દી ઘરે આવો તેમ ફોન પર જણાવ્યું હતું. પરંતુ કૂંજન ચૌધરી મોડે સુધી ઘરે નહી આવ્યો ન હતો. નિકુંજ આકસ્મિક રીતે કોઈ જગ્યાએથી કાકરાપાર ડાબા કાંઠા નહેરના પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન છે. તેની લાશ બારડોલી તાલુકાના સિંગોદ ગામની સીમમાં કડોદ-મઢી રોડ ઉપર આવેલા કાકરાપાર ડાબા કાંઠા નહેરના પુલ પાસેથી મળી આવી હતી. બનાવ જાણ થતા બારડોલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો લઈ તપાસ કરતા આ લાશ વ્યારાના મહાદેવ નગરમાં રહેતા કૂંજનકુમાર મોહનભાઈ ચૌધરી હોવાની ઓળખ થઈ હતી. પોલીસે આ મામલે અકસ્માત કેસ ગણી તપાસ હાથ કરી હતી.
