સુરત જીલ્લાનાં માંગરોળના નાની નરોલી ગામની સીમમાં નાની નરોલીથી તડકેશ્વર તરફ જતા રોડ ઉપર ગુરુવારી હાટબજારીની સામે એક અજાણી મહિલા મૃત હાલતમાં પડી હોવાની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે જઈ ગુનો નોંધી અજાણી મહિલાની લાશનો કબજો લઇ તેની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી.




