સુરત જિલ્લાનાં કીમનાં કુંવરદા ખાતે પશુપાલકે શેરડીનાં ખેતરમાં ઢોરો છોડી મૂક્યા હતા. જેથી ૪૦ હજારનું નુકસાન થતાં ખેડૂતે પંચાયતના પાંજરે ઢોરોને પૂરી દીધા હતા. જેથી ઉશ્કેરાયેલ પશુપાલકે પાંજરું તોડી ઢોરોને લઈ જઈ ખેડૂતને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આ ઢોરોએ ખેતરમાં શેરડીનાં તૈયાર પાકને અંદાજિત ૩૦થી ૪૦ હજાર રૂપિયાનું નુકસાન કર્યુ હતુ. જેથી ખેડૂત સતીષભાઈએ ભેલાણ કરતા ઢોરોને પંચાયતના પાંજરામાં પૂરી દીધા હતા. ત્યાં આવી પહોંચેલા પશુપાલક વેલજીભાઈએ પંચાયતનું પાંજરું તોડી નાંખ્યું હતું. જેથી પાંજરાનાં ગેટને નુકસાન થયું હતું. તેઓ ઢોરો લઈ જઈ ખેડૂત સતીપભાઈને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ખેડૂત સતીષભાઈએ કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસે પશુપાલક વેલજી ગોરાભાઈ ભરવાડ (રહે.ચીકુવાડીની સામે,ગોકુળનગર,તરસાડી,માંગરોળ) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
