ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બર્મેવડ ગામનો રહેવાસી દિવ્યાંશકુમાર વિલાસભાઈ ગાવિત માસીના ઘરે માલેગાંવ ફરવા ગયો હતો. ત્યાં ઘર પાસે ખેતરમાં કેરી તોડવા જતા તે ઊભો હતો ત્યાં પાઈપ લાઈનમાંથી અચાનક સાપ નીકળી આવ્યો હતો અને તેને ડંખ દીધો હતો. દિવ્યાંશને તરત જ સારવાર માટે નજીકના સી.એચ.સી. સેન્ટર સામગહન લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે તેમને આગળ રિફર કરવામાં આવ્યો હતો. 
શામગહન સીએસસીથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વાંસદા તાલુકાના રાણી ફળિયા ખાતે આવેલ શ્રી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ વઘઈ ક્રોસ કર્યા બાદ દિવ્યાંશને બોલવાનું બંધ થઈ ગયું હતું અને હોસ્પિટલથી પાંચ કિલોમીટર દૂર એના શ્વાસ પણ થંભી ગયા હતા. હોસ્પિટલ પહોંચતા દિવ્યાંશના હૃદયના ધબકારા માત્ર સંભળાતા હતાં. ઈમરજન્સીમાં કૃત્રિમ શ્વાસ આપી તેમજ જરૂરી સારવાર આપી હતી. સાથે જ મગજને ઓક્સિજન ન મળવાને કારણે ખેંચ આવાની શરૂ થઈ ગઈ હતી. દિવ્યાંશને એક દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર રાખી સાથે જ સર્પદંશના આપીને સારવાર કરવામાં આવી હતી.




