નિઝરનાં વાંકા ગામનાં ચાર રસ્તા પાસે વાંકાથી નિઝર તરફ જતાં સ્ટેટ હાઈવે ઉપર કન્ટેનરનાં કેબીનનો દરવાજો ખોલીને કેબીનમાં ચઢી રહેલ ચાલકને હાઈવા ટ્રકનાં ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જેથી આ ટક્કરમાં કન્ટેનરનાં ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
તે સમયે પાછળથી હાઈવા ટ્રક નંબર એમએચ/૧૮/સીજી/૯૬૮૭નાં ચાલકે પોતાના કબ્જાનો હાઈવા ટ્રકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં ઉભેલ કન્ટેનરને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ ટક્કરમાં કન્ટેનરનાં ચાલક મનોહરભાઈને કમરનાં ભાગે મણકામાં તથા જમણા હાથનાં પંજાનાં અંગુઠાનાં ભાગે ફ્રેકચર અને જમણા પગનાં પંજાનાં જોઈન્ટનાં ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે કૈલાશભાઈ પાટીલ નાંએ તારીખ ૧૪/૦૫/૨૦૨૫ નાંરોજ હાઈવા ટ્રકનાં સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
