સોનગઢનાં મોટા તારપાડા ગામ પાસે આવતા રોડ ઉપર અચાનક કુતરુ આવી જતા બાઈક ચાલકે અન્ય બાઈક સાથે અથડાવી બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે બાઈક પર સવાર ચાલકની પત્નીને પણ શરીરે નાની મોરી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત અંગેની ફરિયાદ લીધી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં મોંધવાણ ગામનાં વડખુટ ફળીયમાં રહેતા રસીકભાઈ મીનીયાભાઈ ગામીત (ઉ.વ.૪૩)નાઓ તેમની પત્ની શીલાબેન સાથે ગત તારીખ ૨૦/૦૫/૨૦૨૫ નારોજ રાત્રીના સમયે ઘરેથી બાઈક નંબર જીજે/૨૬/એજે/૧૮૬૧ને લઈને તેમના પત્ની શીલાબેનના કુટુંબી બેન લતાબેન ઉમેશભાઈ ગામીત (રહે.સાજુપાડા ગામ, તા.સુબીર, જિ.ડાંગ)નાં દિકરા અજીત ઉમેશભાઈ ગામીતના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા. 
જોકે રસીકભાઈની બાઈક ચાલકની પત્ની શીલાબેનને ડાબા હાથની કોણીના નીચેના ભાગે ઈજા પહોંચી હતી. જોકે રસીકભાઈને ઈજા પહોચતા સારવાર માટે વ્યારા જનરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તારીખ ૨૧/૦૫/૨૦૨૫ નારોજ નવી સીવીલ હોસ્પીટલ સુરત ખાતે લઈ જતા ચાલુ સારવાર દરમ્યાન તારીખ ૨૩/૦૫/૨૦૨૫ નારોજ મોત નિપજયું હતું. બનાવ અંગે શીલાબેન રસીકભાઈ ગામીત નાંએ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી.




