Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હી હાઈકોર્ટે ‘શરબત જેહાદ’ કહેવા બદલ બાબા રામદેવને ફટકાર લગાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી હાઈકોર્ટે પતંજલિના સ્થાપક બાબા રામદેવને થોડા દિવસો પહેલા રૂહ અફઝા અંગે આપેલા નિવેદન બદલ ઠપકો આપ્યો છે. મંગળવારે, દિલ્હી હાઈકોર્ટે રૂહ અફઝાને ‘શરબત જેહાદ’ કહેવા બદલ બાબા રામદેવને ફટકાર લગાવી હતી. મંગળવારે કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે ‘શરબત જેહાદ’ કેસમાં પતંજલિના સ્થાપક બાબા રામદેવને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને સમર્થન આપી શકાય નહીં. આ અંગે બાબા રામદેવે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, ‘અમે રૂહ અફઝા વિરુદ્ધની બધી જાહેરાતો દૂર કરીશું.’

22 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ અમિત બંસલ કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કોર્ટે બાબા રામદેવને સોગંદનામું રજૂ કરવા કહ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તે એવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મીડિયા પોસ્ટ નહીં કરે જેનાથી બીજા પક્ષને વાંધો આવે. બાબા રામદેવને સોગંદનામું દાખલ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી 1 મેના રોજ નક્કી કરવામાં આવી છે. તાજેતરમાં જ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આમાં, બાબા રામદેવ અન્ય શરબત કંપનીઓ પર કટાક્ષ કરતા અને તેમના પર ‘શરબત જેહાદ’ કરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા હતા. પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે, બાબા રામદેવે દાવો કર્યો હતો કે રૂહ અફઝામાંથી કમાતા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે થાય છે.

બાદમાં બાબા રામદેવે પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, ‘મેં કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી.’ આ મામલે હમદર્દે બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. જેમાં બાબા રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે 22 એપ્રિલના રોજ ચાલી સુનાવણી કરવામાં આવી હતી. પતંજલિ અને બાબ રામદેવનો કેસ લડી રહેલા વકીલ રાજીવ નાયરે કહ્યું કે, ‘મારા અસીલ કોઈપણ ધર્મના વિરોધી નથી.’ આના પર કોર્ટે કહ્યું કે, ‘આ જ વલણ સોગંદનામામાં આવવું જોઈએ.’ આ દરમિયાન, ન્યાયાધીશે કહ્યું- ‘જ્યારે મેં વીડિયો જોયો, ત્યારે મને મારા કાન અને આંખો પર વિશ્વાસ ન થયો.’ આ મામલે બાબા રામદેવના વકીલે જણાવ્યું હતું કે, ‘હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઇન્ડિયાના રૂહ અફઝા પ્રોડક્ટ વિરુદ્ધની બધી જાહેરાતો, પછી ભલે તે પ્રિન્ટ હોય કે વીડિયો, દૂર કરવામાં આવશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!