અમદાવાદના નોબલ નગર ખાતે રહેતો યુવક બાઇકને લઇને નાના ચિલોડાથી ભાટ ટેલટેક્ષ તરફ આવી રહ્યો હતો. આ સમયે નાના ચિલોડા તરફથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવક રોડ ઉપર પટકાયો હતો ટ્રકની સ્પીડના કારણે યુવક ટાયર નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. 
સરદાનગર વિસ્તારમાં રહેતો યુવક પોતાનું બાઇક લઇને નાના ચિલોડાથી ભાટ ટોલટેક્ષ તરફ જતા હતા આ સમયે નાના ચિલોડા તરફથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે પોતાના વાહનના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા બાઇકને ટક્કર મારતાં યુવક રોડ ઉપર પટકાયો હતો ટ્રકની સ્પીડના કારણે યુવક ટાયર નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. યુવકને ત્યાં હાજર લોકો એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસમાત સર્જીને આરોપી ટ્રક લઇને નાસી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને ટોલ ટેક્ષ સહિતના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરીને ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.



