ઉમરગામનાં ભીલાડ જંબુરી ચેકપોસ્ટ પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા રૂપિયા ૩.૫૬ લાખના દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પડાયો હતો. મળતી માહિતી મુજબ, ભીલાડ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેને બાતમી મળી હતી કે, બ્રાઉન કલરનો ટેમ્પોમાં દમણથી દારૂ ભરીને જંબુરી ચેકપોસ્ટ થઈ નેશનલ હાઈવે નંબર ૪૮ તરફ જવામાં આવનાર છે. જેથી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.
આ બોક્સને ખોલાવીને તપાસ કરાતા અંદરથી ૩,૫૬,૯૨૮/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોનાં ચાલક બ્રિજેશભાઈ ધીરુભાઈ કોળી પટેલ (હાલ રહે.મોટી દમણ, મૂળ રહે કરમબેલી વાડી ફળીયા)ને પકડી પાડી અંગઝડતી લેતા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ ૮,૬૨,૯૨૮/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરાતા માલ મંગાવનાર અને ભરાવનાર તરીકે ઉમેશભાઈ (રહે.વાપી, નાયકવાડ,કચીગામ રોડ)નું નામ બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
