વ્યારાના ટીચકપુરા નેશનલ હાઇવે માર્ગ નંબર-૫૩ પરથી કારમાં લઇ જવાતો ભારતીય બનાવટનો દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે, આ મામલે ઈંગ્લીશ દારૂ સહીત કુલ રૂપિયા ૧૨.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો તારીખ ૦૯/૦૭/૨૦૨૫ ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દમિયાન હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઇને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વ્યારા-ટીચકપુરા બાયપાસ રોડ નેશનલ હાઇવે નંબર-૪૮ સોનગઢ થી સુરત તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.
દરમિયાન એક સફેદ કલરની ક્રીએટા કાર નંબર જીજે/૨૭/ઈબી/૫૧૮૨ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે તેની કાર પુર ઝડપે રિર્વસ લઇ પાછુ વાળવા જતા કાર રોડની ડાબી સાઇડે આવેલ ડીવાઇડર સાથે અથડાઈ હતી.આ દરમિયાન જ કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો, તપાસ દરમિયાન કારમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી કુલ નંગ-૨૨૫૫ કુલ કિંમત રૂપિયા ૭,૭૬,૩૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- તથા આઇ.ડી.એફ.સી. બેન્કના ફાસટેગ નંગ-૨ મળી કુલ્લે ૧૨,૮૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે કાર ચાલક આરોપી મનોહરલાલ નેમારામ બિશ્નોઈ (ઉ.વ.૩૦ હાલ રહે.કામરેજ મુળ રહે.ગામ-કરવાડા થાના.તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાન) નાની અટકાયત કરી વધુ પૂછ પરછ હાથ ધરતા અન્ય બે આરોપીઓની સંડોવણી ખુલી હતી જેઓને બાદમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
