તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વ્યારાનાં ટીચકપુરા ખાતેથી કારમાં લઇ જવાતો દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાના ટીચકપુરા નેશનલ હાઇવે માર્ગ નંબર-૫૩ પરથી કારમાં લઇ જવાતો ભારતીય બનાવટનો દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે, આ મામલે ઈંગ્લીશ દારૂ સહીત કુલ રૂપિયા ૧૨.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો તારીખ ૦૯/૦૭/૨૦૨૫ ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દમિયાન હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઇને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વ્યારા-ટીચકપુરા બાયપાસ રોડ નેશનલ હાઇવે નંબર-૪૮ સોનગઢ થી સુરત તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.

દરમિયાન એક સફેદ કલરની ક્રીએટા કાર નંબર જીજે/૨૭/ઈબી/૫૧૮૨ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે તેની કાર પુર ઝડપે રિર્વસ લઇ પાછુ વાળવા જતા કાર રોડની ડાબી સાઇડે આવેલ ડીવાઇડર સાથે અથડાઈ હતી.આ દરમિયાન જ કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો, તપાસ દરમિયાન કારમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી કુલ નંગ-૨૨૫૫ કુલ કિંમત રૂપિયા ૭,૭૬,૩૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- તથા આઇ.ડી.એફ.સી. બેન્કના ફાસટેગ નંગ-૨ મળી કુલ્લે ૧૨,૮૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે કાર ચાલક આરોપી મનોહરલાલ નેમારામ બિશ્નોઈ (ઉ.વ.૩૦ હાલ રહે.કામરેજ મુળ રહે.ગામ-કરવાડા થાના.તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાન) નાની અટકાયત કરી વધુ પૂછ પરછ હાથ ધરતા અન્ય બે આરોપીઓની સંડોવણી ખુલી હતી જેઓને બાદમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.