વાપીમાં એક ટાટા બંધ બોડીના ટેમ્પોમાં તેનો ચાલક દમણથી દારૂનો જથ્થો ભરીને નીકળ્યો હતો અને તે હાઇવે થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીનાં આધારે એલસીબીની ટીમે સલવાવ, રોયલ અનફિલ્ડ શો રૂમની નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતાં તેના ચાલકને વાહન ઊભું રાખવા ઈશારો કરાવો હતો.
ભરેલા સામાન અંગે પોલીસની પૂછપરછમાં ચાલકે ગલ્લાં-તલ્લાં કર્યા હતા. તેથી પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં ટેમ્પોના ચાલકે તેનું નામ અજય કૈલાશ ખટીક (હાલ રહે.ગોડાદરા, જાનકી પાર્ક સોસાયટી, સુરત) હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે દારૂની બાટલી નંગ ૪,૨૭૨ જેની કિંમત રૂપિયા ૩,૦,૭૦૪ હતી આ ઉપરાંત ચાલકની અંગઝડતીમાંથી મળી આવેલો મોબાઈલ ફોન અને ટેમ્પો જપ્ત કરી ચાલક અજય કૈલારા ખટીકની વધુ પૂછપરછ કરતા તેણે રાજુ પાટિલ (રહે.લિંબાયત, સુરત)ને દારૂનો આપવા લઈ જતો હોવાનું કબૂલ્યું હતું.
