સોનગઢ પોલીસે બાતમીનાં આધારે ગત તારીખ ૧૦મીની રાત્રે ૯:૪૦ વાગ્યે સોનગઢથી વ્યારા તરફ જતા રસ્તામાં હાઇવે પર શીતલ હોટલ સામે આરજે/૧૪/જીસી/૭૫૩૮ નંબરની ટ્રક અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની રૂપિયા ૪,૭૩,૨૫૦/-ની કિંમતની ૩,૮૮૨ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકનાં ચાલક ઔરંગઝેબ મોહમ્મદ જાવેદખાન (ઉ.વ.૩૩., રહે.ભીમપોર, નાની દમણ)ની અટક કરી હતી. આ દારૂની ટ્રક તેને નવાપુરમાં નવા બની રહેલા પુલ પાસેથી કોઈ મનોજભાઈ (રહે.સુરત) નામના ઇસમે આપી હતી અને તે ટ્રકને પલાસાણાની હોટલ પર લઈ જવા જણાવ્યું હતું. આમ, પોલીસે ચાલક અને મનોજ નામના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.




