ડોલવણનાં બેડચીત ગામનાં નવા ફળીયામાંથી પસાર થતાં વ્યારાથી તરફ જતાં રોડ ઉપર નવા શોપિંગની સામે અજાણ્યા વાહન અડફેટે આવતાં ચાલતા ચાલતા જતાં વૃદ્ધનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડોલવણનાં બેડચીત ગામનાં નવું ફળિયામાં રહેતા રામુભાઈ દાનસીંગભાઈ ચૌધરી (ઉ.વ.૬૦)નાં૦ તારીખ ૦૬/૦૬/૨૦૨૫ નાંરોજ તેમના ભાઈનાં દીકરા મુકેશભાઈ નાંઓને મળવા માટે ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ચાલતા ચાલતા નીકળ્યા હતા.
તે સમયે બેડચીત ગામનાં નવા ફળીયામાંથી પસાર થતાં વ્યારાથી તરફ જતાં રોડ ઉપર નવા શોપિંગની સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન હંકારી લાવી ચાલતા ચાલતા આવતાં રામુભાઈને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ રામુભાઈને માથાના ભાગે મૂઢ ઈજા થતા નાક તથા જમણા કાનમાંથી લોહી નીકળી જતાં સ્થળ ઉપર જ મોત નીલાજ્યું હતું. અક્સમાત અંગે મૃતક વૃદ્ધનાં પુત્ર સંજયભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
