ચીખલી તાલુકાનાં ખુડવેલ ગૌચરણ ખાતે રહેતા ૬૫ વર્ષીય નટુભાઈને અચાનક છાતીમાં દુઃખાવો થતા ૧૦૮ મારફતે સારવાર માટે ચીખલી સરકારી દવાખાનામાં લાવવામાં આવતા ફરજ પરના ઉપરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી.
મળતી માહિતી અનુસાર, હર્ષદભાઈ મગનભાઈ હળપતિ (રહે.ખુડવેલ હનુમાન ફળિયા, તા.ચીખલી જિ.નવસારી)એ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના ભાઈ નટુભાઈ મગનભાઈ હળપતિને શુક્રવારે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો તથા ગભરાટ થતા ૧૦૮ મારફતે ચીખલી સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવતા ફરજ ઉપર ના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઉપરોક્ત બનાવમાં મૃતકના ભાઈ હર્ષદભાઈ હળપતિની ફરિયાદને આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.
