મૂળ રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુ રોડનો વતની બિહારીલાલ લાલારામ પુર્બિયા (ઉ.વ.૭૫) હાલમાં રહે હરિદર્શન સોસાયટી વિભાગ-૧, શેખપુર, તા.કામરેજ ખાતે રહેતો હતો. 
આ વૃદ્ધ અસ્થિર મગજના હોવાથી ભટકતો રહેતો હોવાના કારણે ગત શનિવારે સવારે દશેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વીના નીકળી ગયો હતો. બિહારીલાલ બપોરે ૨:૩૦ વાગ્યે સાયણ બજારમાં પાદરા સુઝની બાજુના રોડની ખુલ્લી જગ્યામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતની જાણ મૃતક સાથે રહેતા મીનાબેન જગદીશભાઈ જોટાણીયાને થતાં તેમણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




