તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

જેલમા કાચા કામના કેદીનુ મોત નિપજતાં પરિવારજનોએ મચાવ્યો હોબાળો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેર અને નવસારી વચ્ચે આવેલી લાજપોર જેલમાં કાચા કામના એક કેદીનું મોત નિપજયું છે. ઘટનાના પગલે સનસનાટી મચી ગઈ હતી. મૃત કેદીના પરિવારજનોએ લાજપોર જેલમાં ફરજ બજાવતા પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી. સુરતની લાજપોર જેલમાં કેદીનું મોત થયું છે. મૃત યુવાન કેદીના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે. આ સાથે જ પરિવારજનો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું નક્કી કરીને સિવિલ હોસ્પિટલમાં ભેગા થયા છે.

આ કેસની વધુ જાણવા મળતી વિગત અનુસાર, કાચા કામના કેદી મહેશ વાળાનું ગત તારીખ 7 ઓગસ્ટ, 2024ના રોજ શંકાસ્પદ મોત નિપજ્યું હતું. લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટીઓ અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મહેશ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોએ કહ્યુ કે, તેને એવી કોઈ તકલીફ નહોતી. તેની હત્યા કરવામાં આવી છે. જેથી જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશુ. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે.