નડિયાદનાં લીંબાસી પાસે વારકાંસ વિસ્તારમાં સીંજવાડાથી લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડયો છે. કાર ચાલકે રોંગ સાઇડ આવીને રિક્ષાને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ માતા તેનો પુત્ર અને પૌત્રનું મોત થયું છે. 
મળતી માહિતી મુજબ, માતરના સીંજવાડા ગામમાં રહેતા કુરૈશી પરિવારના સંબંધી લગ્ન પ્રસંગ હોવાથી ઝહીરનબીબી ( ઉ.વ.૫૭) તેમનો પુત્ર ઇરશાદ અને તેની પત્ની નફીસાબાનું તેમજ સંતાનો સહિત રિક્ષામાં જતા હતા. આ દરમિયાન વારકાંસ પાસે ઇકો કારે રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષાના ચાલક ઇરશાદ સહિત પરિવારને ગંભીર ઇજા થઇ હતી. જેમાં ઝહીરનબીબી અને ઇરશાદને ૧૦૮ની ટીમે સ્થળ પર મત જાહેર કર્યા હતા. જયારે નફીસાબાનું અને તેમના સંતાનોને ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તે બાદ અયાનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાતા મોત થયું હતું. આ મામલે ઇરશાદના ભાઇએ લિંબાસી પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.




