વલસાડનાં પારડી તાલુકાનાં ગોઈમા ગામે આમલી ફળિયામાં એક યુવતીએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે પારડી પોલીસ મથકે ખબર આપનાર દિનેશભાઈ ચંદુભાઇ ધોડિયા પટેલના જણાવ્યા પ્રમાણે ગોઈમાં ખાતે મરણ જનાર અસ્મીતાબેન સુમનભાઈ ધોડિયા પટેલ (ઉ.વ.૨૨., રહે.ગોઈમા ગામ, આમલી ફળિયું, તા.પારડી) તારીખ ૧૧/૦૮/ ૨૦૨૪ના રોજ પોતાના ઘરે લોખંડની એંગલ સાથે ગળા ફાંસો ખાઈ લીધો હતો. જેથી તેને નીચે ઉતારી લીધેલ હતી અને તેની સારવાર માટે રોહિણા હોસ્પીટલ ખાતે લઇ ગયાં હતા અને ત્યાંના ડોક્ટરે મૃત જાહેર કરી હતી.




