સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 10 કલાકમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં 6.77 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.22 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ સિવાય સુરેન્દ્રનગરના સાયલામાં 6.22 ઇંચ અને મુળીમાં 5.31 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 4.76 ઇંચ, બોટાદમાં 4.65 ઇંચ, થાનગઢમાં 4.13 ઇંચ, વલ્લભીપુર 4.13 ઇંચ, ચુડામાં 3.78 ઇંચ, રાણપુરમાં 3.54 ઇંચ, ધંધુકામાં 3.7 ઇંચ, પેટલાદમાં 2.87 ઇંચ, ખંભાતમાં 2.83 ઇંચ, બોરસદમાં 2.80 ઇંચ, ધોલેરામાં 2.52 ઇંચ, સિહોરમાં 2.52 ઇંચ, જોડાયામાં 2.48 ઇંચ અને હળવદમાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે બોટાદમાં બરવાળા તાલુકાના વાઢેળા-નાવડા રોડ પરનો પુલ નદીના પાણીના પ્રવાહથી તૂટ્યો છે બોટાદના બરવાળા ઉતાવળી નદી પુલ પર ધંધૂકા તરફ જવાનો વાહન વ્યવહાર કરાયો બંધ, ઉતાવળી નદીના પુલ પર બે કાંઠે વહી રહ્યું છે પાણી અને બોટાદના બરવાળા તાલુકાના ખાંભડા ડેમની સ્થિતી પર વહીવટી તંત્રની નજર તેમજ અસરગ્રસ્તોને પાવન સ્કૂલ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.
