ગાંધીનગરનાં બોરીજ ગામ વિસ્તારમાં પત્નીએ દોઢ વર્ષના દિકરાને માર્યાના પગલે દંપતી વચ્ચે ક્લશ થયો હતો. જેના પગલે પત્ની દિકરાને લઇને પિયર ચાલી જતાં માઠું લાગી આવવાના પગલે પતિ એવા ૨૪ વષય યુવાને ગળે ફાંસો ખાઇ લઇ જીવન ટુંકાવ્યું હતું. 
મળતી માહિતી મુજબ, મુળ રાજસ્થાનના ડુંગરપુર પંથકના બલવાડા ગામનો વતની અવિનાશ બસંતલાલ બરંડા નામનો ૨૪ વર્ષીય રોજગારી માટે ગાંધીનગર આવ્યો હતો અને કડીયાકમની છુટક મજુરી કરીને પરિવારનું પાલન કરતો હતો. ચારે દિવસ પહેલા કંકાસના પગલે તેની પત્ની રમીલાએ માત્ર દોઢ વર્ષના દિકરાને માર મારતાં મામલો બિચક્યા બાદ રિસાયેલી રમિલા દિકરાને લઇને પિયર જતી રહી હતી. બાદમાં ઘરમાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને અવિનાશે જીવન સફરનો અંત આણી લીધો હતો. આ બનાવની જાણ થતાં તેના ભાઇઓ સ્થળ પર દોડી આવ્યા હતાં. બાદમાં રાજસ્થાનથી તેના પિતા પણ આવી પહોંચ્યા હતાં. તેમની ફરિયાદના પગલે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરી હતી.



