દેડિયાપાડા તાલુકાનાં પોમલાપાડા ગામની પરિણીતાને પતિ સાથે જમવા બાબતે સામાન્ય બોલવાનું થતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, જ્યોતીબેન પ્રકાશ વસાવા (રહે.પોમલાપાડા, પટેલ ફળીયું, તા.દેડિયાપાડા)ને તેના પતિ પ્રકાશ સાથે જમવા બાબતે સામાન્ય બોલવાનું થતા મનમાં લાગી આવતાં તારીખ ૧૩ મે નારોજ ૨.૩૦ વાગ્યે પોતાના ઘરે જંતુનાશક ઝેરી દવા પી જતાં તેમના કંટુબીજનો ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ દેડિયાપાડા ખાતે લાવ્યા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે આગળ રીફર કરતાં ખાનગી વાહનમાં બેસાડી રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્યાં પ્રાથમિક સારવાર કરવી વધુ આ સારવાર અર્થે કાનમ હોસ્પિટલ સેગવા ખાતે લઇ જઈ દાખલ કરેલા હતા જયાં સારવાર ચાલુ હતી. જે દરમિયાન તારીખ ૧૪ નાંરોજ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ ધરી હતી.
