આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામમાં પતિએ પત્નીના પ્રેમી સાથે તકરાર કરીને તેને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી ઘટના ખંભાત પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. મળતે માહિતી મુજબ, ખંભાતના નગરા ગામમાં રહેતા રમેશ ચૌહાણની પત્ની મનીષાને છેલ્લાં સાત વર્ષથી તેના ઘર પાસે રહેતા શૈલેષ ચૌહાણ સાથે પ્રેમ સંબધ હતો. જેને લઇને નાની મોટી તકરાર ચાલતી હતી.
બીજી તરફ રમેશ કોઇ ખાસ કામ કરતો ન હોવાથી રીના રિસાઇને તેના પિયર હાડગુડમાં રહેવા માટે જતી રહી હતી. પંરતુ શૈલેષ ત્યાં જઇને રીનાને લઇને આવ્યો હતો અને તેને પોતાના ઘરે જ રાખી હતી. આ બાબતને લઇને રમેશને ગુસ્સો હોવાથી તે ગત ૨૪મી માર્ચના રોજ સાંજના સમયે શૈલેષના ઘરે ગયો હતો અને રીનાને ઘરે આવી જવા અને બાળકોનું જીવન ન બગડે તે માટે વાત કરી હતી. તેમ છતાંય, રીનાએ તેની વાત ન માનતા તેણે તેને લાકડી મારી હતી. આ સમયે શૈલેષ વચ્ચે પડયો હતો પરંતુ, રમેશે ગુસ્સામાં આવીને તેને લાકડીથી પીઠમાં , ગુપ્ત ભાગે ઇજા પહોંચાડતા તેને પેટલાદ લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી હતી.
