તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

જમવામાં મીઠું વધારે પડી જતાં ઉશ્કેરાઇને પતિએ પત્નીની હત્યા કરી નાંખી, પોલીસે હત્યારાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદનાં નારોલમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલમાં શાહવાડી ખાતે રસોઇ બનાવવા બાબતે દંપતી વચ્ચે તકરાર થઇ હતી જેમાં જમાવવાનું બનાવ્યું તેમાં મીઠું વધારે નાંખવાને લઇને ઉશ્કેરાઇને પતિએ પત્નીની હત્યા કરી હતી. પતિએ પત્નીને ઢોર માર માર્યા બાદ પેટમાં પાટું મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં રહેતા લત્તાબહેન સંગાડા (ઉ.વ.35)એ નારોલ વિસ્તારમાં શ્રીરામ ટેનામેન્ટ સામે શાહવાડી ગામમાં રહેતા સનું ઉર્ફે સુનિલભાઇ સરદારભાઇ ડામોર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની નાની બહેન અનિલાબહેને આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. જોકે ગત તારીખ 22નાં રોજ રાત્રે 8.30 કલાકે નારોલ ગામમાં મધ્યમવર્ગ સોસાયટીમાં  ફરિયાદીની નાની બહેન અને તેના પતિ વચ્ચે જમાવવાનું બનાવવામાં મીઠું વધારે નાંખવા બાબતે તકરાર થઇ હતી જેમાં તેમના પતિએ ઉશ્કેરાઇને તેમની નાની બહેનને ઢોર માર માર્યા બાદ પેટમાં પાટું મારતાં તેમની બહેનનું મોત થયું હતું. ઘટનામાં પત્નીનું મોત થયું અને પતિ હવે જેલમાં જશે માટે મૃતક મહિલાના ત્રણ બાળકો નિરાધાર થઇ ગયા છે. નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ, આર.એમ.ઝાલાના જણાવ્યા મુજબ આ બનાવંમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.