હવેથી જો કોઈ ભુજમાં પાણીનો બગાડ કરશે તો પાણીના કનેક્શન કાપી દેવામાં આવશે તેમજ ખોદકામ દરમિયાન પણ લાઈનને નુકસાન થશે તો જવાબદાર જે તે એજન્સી ભરપાઈ કરશે. શહેરમાં પાણીનો બગાડ અટકાવવાના ભાગરૂપે લોકોને નગરપાલિકા દ્રારા જાગૃત કરવામાં આવ્યા હતા. ભુજ ખાતે પાલિકાની મીટીંગ મળી હતી. જેમાં પાણીનો બગાડ અટકાવવાના ભાગરૂપે કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
