કુકરમુંડામાં યુવકને બસ સ્ટેશન વિસ્તારમાંથી ઉઠાંવી લઇ જઈ જેને પોલીસે નિવસ્ત્ર કરી માર મારવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ રેલી સાથે આવેદનપત્ર આપી તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી થઈ હતી. જેથી માર મારનાર પોલીસકર્મી સામે કુકરમુંડા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, કુકરમુંડાનાં બહારપુરા ફળીયા રહી મજૂરી કરતા પવનભાઈ કિરણભાઈ પાડવી (ઉ.વ.૨૦)ને ગત તારીખ ૨૧-૬-૨૫ નારોજ રાત્રિએ પોલીસકર્મી બાઈક ઉપર બેસાડીને પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં યુવકના કપડાં ઉતારી જૈને નિવસ્ત્ર કરી મારમારી જેને છોડી મુકવામાં આવ્યો હતો. કોઈપણ કારણ વગર યુવક ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવતા જેને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં રોષ વ્યાપ્યો હતો. જે કારણે કુકરમુંડા ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું.
પોલીસે આખરે તારીખ ૨૬-૬-૨૫ નારોજ યુવકને માર મારનાર મુસ્લિમ જાતિના પોલીસકર્મી સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પિડીત યુવક પવનભાઈ કિરણભાઈ પાડવીએ ફરીયાદમાં જણાવ્યું છે કુકરમુંડા પોલીસ સ્ટેશનનાં શબ્બીરખઆન આલમખાન બેલીમે તેને ઉઠાવી જઈ કપડા કાઢી જમીન ઉપર સુવડાવી ગાળો આપીને બંને પગના તળીયા ઉપર પ્લાસ્ટિકનાં પાઈપ વડે આશરે ૧૦થી ૧૫ સપાટા મારી ઈજા પહોંચાડી હતી. તેણે જિલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાનું જણાવ્યું છે. આ ઘટનાની વધુ તપાસ એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક કરી રહ્યા છે.
