સુરત જીલ્લાના માંગરોળના તરસાડી ખાતે ૨૮ વર્ષીય પરપ્રાંતીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતા મામલો કોસંબા પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તરસાડી ગામે સલીમ ટોકીઝ ખાતે રહેતા અને મૂળ ગાજીપુર જિલ્લાના બિરનો ગામનાં ૨૮ વર્ષીય પ્રવીણકુમાર શિવશંકર યાદવ છેલ્લા બે દિવસથી બીમાર હતા. જોકે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે કોસંબા પોલીસને જાણ થતા ગુનો નોંધી યુવકની લાશનો કબજો લઇ યુવકનું કયા કારણસર મોત થયું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
