ઓડિશા વિજિલન્સ વિભાગના અધિકારીઓએ ભુવનેશ્વર ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય એન્જિનિયર બૈકુંઠનાથ ષંડગીના કેટલાક સ્થળો પર દરોડા પાડયા હતા અને અનુગુલ સ્થિતિ આવાસ સહિત સાત સ્થળો પર થયેલા દરોડામાં રૂ.૨.૫૧ કરોડની રોકડ જપ્ત કરી હતી, જેમાં અનુગુલ આવાસ પરથી રૂ.૧.૩૦ કરોડ અને ભુવનેશ્વર સ્થિત આવાસથી ૧.૧૦ કરોડની રોકડનો સમાવેશ થાય છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, બૈકુંઠનાથ ષંડગીના સ્થળો પર આવક કરતા વધુ સંપત્તિના આરોપો હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો.
ઓડિશાના વિજિલન્સ વિભાગના અધિકારીઓએ શુક્રવારે ભુવનેશ્વર અને અનુગુલમાં દરોડા દરમિયાન એક સરકારી અધિકારીના નિવાસથી પરથી રૂ. ૨.૫૧ કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી.
વિજિલન્સ વિભાગના અધિકારીઓએ અનુગુલના કરદાગડિયામાં બે માળના મકાન, ભુવનેશ્વરના ડુમડુમામાં પીડીએન એક્સોન્સમાં એક ફ્લેટ, પિપિલીના સિઉલા ખાતે જિલ્લા પુરીમાં એક ફ્લેટ, અનુગુલમાં શિક્ષકપડામાં બૈકુંઠનાથના સંબંધીના ઘર, અનુગુલમાં લોકેઈપાસી ગામમાં તેમના પૈતૃક ઘર, મટિયાસાહીમાં બે માળના પૈતૃક ભવન તથા મુખ્ય એન્જિનિયરની ઓફિસ પર દરોડા પાડયા હતા. મુખ્ય એન્જિનિયર બૈકુંઠનાથ ષડંગી બે દિવસ પછી નિવૃત્ત થવાના હતા. તેમના પર પંચાયતીરાજ વિભાગ હેઠળ કનિહા બ્લોકમાં માસિક રૂ.૨,૦૦૦ના સમેકિત પગાર પર સ્ટાઈપેન્ડરી એન્જિનિયર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. જુલાઈ ૧૯૯૯ સુધી ઓડિશાના વિવિધ બ્લોકોમાં સ્ટાઈપેન્ડ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.
