હવામાન વિભાગે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત આપતું એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી પડી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 24 મે સુધી રાજ્યમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની કરેલી આગાહી મુજબ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી તેમજ હવામાં ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય હોવાના કારણે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જયારે તારીખ 20 મે : રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસારી, તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તારીખ 23 મે : બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 24 મે : બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અમદાવાદ, પંથક, અમરેલી, પંથકમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહિસાગર અને અરવલ્લી જિલ્લાઓ. જ્યારે કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે, ‘આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા વહેલું ગુજરાતમાં આવી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે ચાર દિવસ વહેલું એટલે કે, 10 કે 11 જૂનની આસપાસ પહોંચવાની સંભાવના છે. ચોમાસાની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે, ત્યારબાદ ઝડપથી સમગ્ર રાજ્યને આવરી લેશે.
