સેલવાસના એક કાર ગેરેજમાં રમઝાન શરીફ પઠાણ (ઉ.વ.૧૭) કંઈક કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક કરંટ લાગ્યો હતો. તે જોતા ગેરેંજમાં કામ કરતા બીજા કર્મચારી અને સંચાલક દોડી આવ્યા હતા. અને તેને જે જગ્યા પર કરંટ લાગ્યો હતો, ત્યાંથી થોડે દૂર ખસેડયો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને રમઝાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં ફરજ ઉપરના ડોક્ટરે રમઝાનને મૃત જાહેર કર્યો હતો.




